આપની ધારણા કરતાં વધુ ભારતીય એરલાઇન,લુફથાન્સામાં આપનું સ્વાગત છે! ભારતમાં અને ભારતની બહાર લુફથાન્સાની તમામ ફ્લાઇટ્સમાં ભારતની વિશિષ્ટ અસ્મિતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ભારતમાં અર્ધી સદીથી વધુ સમય સુધી સેવા આપ્યા બાદ, કાર્યક્ષમતા,વિશ્વસનીયતા,નવા વિચારો અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટતાની અમારી પરંપરામાં તે વણાઇ ચુકી છે.

મહેમાનગતી,ફ્લાઇટમાં અપાતું ભોજન અથવા મનોરંજન-દરેક બાબતમાં મુસાફરીના દરેક તબક્કે આપ ભારતીયતાનો સ્પર્શ અનુભવી શકશો. અમારી લાંબા સમયની ભાગીદારી અમોને ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય સમજવામાં અને અમારી સેવાઓને આપની પસંદગીઓને અનુરૂપ બનાવવામાં મદદરૂપ થઇ છે. આ અવિરત પ્રયાસે આપનો વિશ્વાસ મેળવી આપ્યો છે અને અમોને ભારતની No. 1 યુરોપિયન એરલાઇન બનાવી છે.

View More

ઉડાન દરમ્યાન: આકાશમાં ભારતીય સ્પર્શ

Onboard

મનોરંજન હોય કે ફુડ અથવા ક્રુ, ભારતથી ઉડાન ભરતી લુફ્થાન્સાની ફ્લાઇટ્સમાં ઉડાન દરમ્યાન મુસાફરીનો સમગ્ર અનુભવ ‘ઘરથી દૂર એક ઘર’નું સર્જન કરવા તરફ કેન્દ્રિત છે.

ડેસ્ટિનેશન તરફની મુસાફરી શરૂ થવાની ક્ષણથી, લુફથાન્સાના ભારતીય પ્રવાસીઓ એક એવા વિશ્વમાં પ્રવેશે છે જે તેમની જરૂરિયાતોને અનુરૂપ બનાવાયેલ છે. તેમાં વાંચવા માટે વિવિધ ભારતીય અખબારો અને સામયિકો, સાંભળવા માટે સમર્પિત રેડિયો ચેનલ્સ પર હિન્દી ફિલ્મસંગીત, માણવા માટે લોકપ્રિય બોલિવુડ ફિલ્મો,

ભારતીય વાનગીઓ અને લહેજતદાર ગરમ ચા પણ હાજર હોય છે.આ બધું સાથે મળીને આકાશમાં ભારતીય માહૌલની અનુભૂતિ કરાવે છે.ચેક-ઇન એટલે કે સંપર્કના પ્રથમ સ્થળે, અનુભવી ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા આપના અભિવાદન અને મદદ થી શરૂ કરીને ફ્લાઇટની અંદર ભારતીય ક્રુ મેમ્બરો દ્વારા આપની સંભાળ રાખવા સુધીનો ,ઉડાન દરમ્યાનનો સમગ્ર અનુભવ “ઘરથી દૂર એક ઘર” નું સર્જન કરવા તરફ કેન્દ્રિત છે.

View More

Inflight menu image

ઇનફ્લાઇટ મેનૂ: દેસી સ્વાદ,દેસી મસાલાઓ

ભારતથી જતી લુફથાન્સા ફ્લાઇટમાં ઉડાન દરમ્યાન આપની મુસાફરીનો ક્લાસ ગમે તે હોય,પરંતુ આપ હંમેશા ભારતીય ભોજનની લિજ્જત માણી શકો છો.આપના આરક્ષણ સાથે એશિયન વેજીટેરિયન ભોજન બુક કરાવો અને ફ્લાઇટમાં ભારતીય સ્વાદરુચિને સંતોષવા પરંપરાગત મસાલા સાથે રાંધેલ ભવ્ય ભોજન માણો.

અમારા ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસના પ્રવાસીઓની સ્નેહભરી કાળજી લેવા, વિખ્યાત શેફ કુણાલ કપુર અને ટોચના શેફ સુરેન્દર મોહન સાથે મળીને ભારતમાંથી જતી અને ભારતમાં આવતી લુફ્થાન્સા ફ્લાઇટ્સમાં ઉડાન દરમ્યાન અપાતી શ્રેષ્ઠ ભારતીય વાનગીઓમાં પોતાનો વિશિષ્ટ સ્પર્શ ઉમેરવા એક થયા છે. .હકીકતે,લુફ્થાન્સાએ શ્રેષ્ઠ ભારતીય ખાણાં માટે ભારતમાં દેશવ્યાપી રસોઇસ્પર્ધા પણ યોજીને વિજેતા રેસિપિને ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસ માટેના ઇનફ્લાઇટ મેનૂમાં પ્રદર્શિત કરી છે!

View More

Inflight entertainment image

ઇનફ્લાઇટ મનોરંજન: મારા માટે બોલિવુડ

મધુર ગીતો અથવા તદ્દન નવા બોલિવુડ હિટ્સ, લુફથાન્સામાં ઉડાન દરમ્યાન તેની ભારતીય સંગીતને સમર્પિત ચેનલ રિધમ ઓફ ઇન્ડિયા પર આપનું મનપસંદ સંગીત માણો.આપની ધારણા કરતાં સ્પષ્ટપણે વધુ ભારતીય એવી ફ્લાઇટના અનુભવ માટે આપ તૈયારી કરો તે સાથે જ હેડફોન પહેરી લો અને રિલેક્સ થઇ જાઓ. ભારતીય અખબાર અથવા સામયિક દ્વારા આપ છેલ્લામાં છેલ્લા સમાચારોથી માહિતગાર પણ થઇ શકો છો.!

અને એક વખત વાદળો પર આપની સહેલ શરૂ થયા બાદ અતિ વિશાળ ઇનફ્લાઇટ મનોરંજન કાર્યક્રમમાંથી બોલિવુડ મૂવિઝ અને ભારતીય ટીવી શોઝ ના સંગ્રહમાંથી પસંદગી કરો. લુફથાન્સામાં ઉડાન કરતા હો, ત્યારે આરામથી બેસવાનો,રિલેક્સ થવાનો અને આકાશમાં કેટલુંક સ્વદેશી મનોરંજન માણવાનો સમય છે!

આપે જાણ્યું?

ભારતમાં આવતી અને ભારતથી જતી લુફથાન્સા ફ્લાઇટ્સમાં ભારતીય સંગીતની શરૂઆત 30 વર્ષ અગાઉ 1987માં કરવામાં આવી હતી.

View More

Indian crew

ભારતીય ક્રુ: સ્વદેશી સ્પર્શ

ભારતીય લોકો તેમની મહેમાનનવાઝી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એટલા માટે જ લુફથાન્સામાં આશરે 200 જેટલા ભારતીય ફ્લાઇટ એટેન્ડન્ટ્સ કામ પર રખાયા છે. અમારા મદદરૂપ અને ઉચ્ચ તાલીમ પામેલા ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા આપ એરપોર્ટમાં પ્રવેશ કરી લો ત્યાર બાદ અમારા ભારતીય ક્રુ ફ્લાઇટમાં આપને ઘર જેવી જ અનુભૂતિ થાય તે માટે મદદ કરશે.

આગમન સમયે, અમારા ફ્રેન્કફર્ટ જેવાં મહત્વનાં મથકો પર હિન્દી,તમિલ અને પંજાબી ભાષાઓમાં આપનું અભિવાદન કરવા લુફથાન્સા વેલકમ સર્વિસ હાજર હોય છે. જર્મન અથવા અંગ્રેજી ન બોલી શકતા અમારા મહેમાનોની સહાય માટે, આ સેવા એરપોર્ટ પર આપનું આગમન કે ફ્લાઇટ બદલવા દરમ્યાનનું રોકાણ સરળ કરી આપે છે.

View More

લુફથાન્સા અને ભારત

Lufthansa India

1934માં જોધપુર જેવા ખુબસૂરત શહેરમાં JU52એ ઉતરાણ કર્યું ત્યારે લુફથાન્સાના વિમાને પ્રથમ વખત ભારતીય ભૂમિનો સ્પર્શ કર્યો હતો. પરંતુ નવેમ્બર 1959માં,કોલકાતા જતી લોકહીડ સુપર કોન્સ્ટેલેશન ફ્લાઇટ દ્વારા લુફથાન્સાએ ભારતમાં વ્યાપારી સેવાઓનો શુભારંભ કર્યો હતો. ત્યારથી પ્રત્યેક વર્ષ દરમ્યાન લુફથાન્સાની ભારત સાથેની ભાગીદારી વધુ ને વધુ મજબૂત બની છે.વર્ષો વીતવા સાથે, ભારતમાં ફ્રેન્કફર્ટ અને મ્યુનિકથી <5> પ્રવેશદ્વારો- દિલ્હી,મુંબઇ,બેંગલુરૂ,ચેન્નાઇ અને પૂણે આવાગમન કરતી ફ્લાઇટ્સની સંખ્યા વધીને પ્રતિ સપ્તાહ<46> સુધી પહોંચી ગઇ છે. સાથોસાથ, લુફથાન્સા ગ્રુપ એરલાઇન્સ 4 વૈશ્વિક મથકોથી ભારતના 5 પ્રવેશદ્વારો તરફ જતી 66 સાપ્તાહિક ફ્લાઇટ્સ આપે છે જે તેને ભારતની નં.1

આપે જાણ્યું?

ભારત “ક્વિન ઓફ ધ સ્કાયઝ”, લુફથાન્સાના બોઇંગ 747-8 નું સ્વાગત કરનાર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજો દેશ હતો.

View More

લુફથાન્સા અને ભારત

Lufthansa history

પાછલી અર્ધી સદી દરમ્યાન,લુફથાન્સાએ ભારત સાથે વિશ્વાસ અને વચનબધ્ધતા આધારિત મજબૂત ભાગીદારી ઊભી કરી છે. 1934માં, જ્યારે લુફથાન્સાના જુન્કર્સ Ju 52 રાજસ્થાનની સોનેરી રેતી વચ્ચે જોધપુરમાં ઉતરાણ કર્યું ત્યારથી એક નોંધપાત્ર સફર શરૂ થઇ.આમ છતાં,આ પ્રથમ સફર; ભારત જતી લુફથાન્સાની શિડ્યૂલ્ડ ફ્લાઇટ્સની શરૂઆતનો સંકેત આપવા માટે જ્યારે લુફથાન્સાની લોકહિડ L1049Gએ કલકત્તા(હવે કોલકાતા)માં ઉતરાણ કર્યું ત્યારે, 1959માં વિધિપૂર્વકના સંબંધરૂપે વિકાસ પામી.ત્યારથી,ઉડ્ડયન ઉદ્યોગની ચડતીપડતી વચ્ચે લુફથાન્સા ભારતમાં મેદાન પર ટકી રહી છે.

ફ્લાઇટ્સ અને ડેસ્ટિનેશન્સની સંખ્યામાં વધારા ઉપરાંત, લુફથાન્સાએ તેના ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને માન આપવા પોતાની સેવાઓ તેને અનુરૂપ બનાવીને આ ભાગીદારીમાં ઊંડાણનો આયામ ઉમેર્યો છે. આ માર્ગ પરના માઇલસ્ટોન્સમાં; ભારતીય કેબિન ક્રુ, ભારતીય સંગીત,બોલિવુડ મૂવિઝ અને ભારતીય વાનગીઓમાં વિવિધતાની શરૂઆત વગેરેનો સમાવેશ થયેલ છે.

1934

જોધપુરમાં ઉતરાણ સાથે લુફથાન્સા ભારત જતી પ્રથમ મુસાફર ફ્લાઇટ તરતી મૂકે છે

1959

કોલકાતા જતી ફ્લાઇટ દ્વારા લુફથાન્સા ભારતમાં પ્રથમ શિડ્યૂલ્ડ્ ઓપરેશન શરૂ કરે છે.

1987

લુફથાન્સાની ઇન-ફ્લાઇટ મનોરંજન કાર્યક્રમના ભાગ તરીકે ભારતીય સંગીત શરૂ કરવામાં આવ્યું.

1996

1996 ભારતીય પ્રવાસમાર્ગો પર ભારતીય કેબિન ક્રુ રાખવાની શરૂઆત કરવામાં આવી

2004

ન્યૂ દિલ્હીથી ફ્રેન્કફર્ટ જતી ફ્લાઇટની સેવાની સાથોસાથ, મ્યુનિચ લુફથાન્સાનું જર્મની ખાતેનું બીજું ડેસ્ટિનેશન બને છે.

2009

સીએનબીસી આવાઝ ટ્રાવેલ એવોર્ડ્ઝમાં “બેસ્ટ ઇન્ટરનેશનલ એરલાઇન ઇન

2011

આઉટલુક ટ્રાવેલર દ્વારા લુફથાન્સાને “ફેવરિટ ઇન્ટરનેશનલ એરલાઇન” નો એવોર્ડ અપાયો.

2012

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ન્યૂ દિલ્હી ખાતે લુફથાન્સા લોન્જ ખુલે છે.

2012

લુફથાન્સા દિલ્હી-ફ્રેન્કફર્ટ અને અને બેંગલુરૂ- ફ્રેન્કફર્ટ રૂટ્સ પર તદ્દન નવાં બોઇંગ 747-8 મૂકે છે જે ભારતને નવું વિમાન અને નવી ફુલ-ફ્લેટ બિઝનેસ ક્લાસ સિટ્સ મેળવનાર પ્રથમ એશિયન દેશ બનાવે છે.

2014

ડાયરેક્ટ માર્કેટિંગ એસોસિએશન ઇન્ટરનેશનલ ઇકો(ECHO) એવોર્ડ્ઝમાં લુફથાન્સા ઇન્ડિયાની જાહેરખબરો 4 ગોલ્ડ,4 સિલ્વર અને 1 બ્રોન્ઝ એવોર્ડ્ઝ જીતે છે. લુફ્થાન્સાએ GMR-IGI એવોર્ડસમાં યુરોપ અને નોર્થ અમેરિકાની વર્ષની શ્રેષ્ઠ એરલાઈનનો સતત ત્રણ વાર પુરસ્કાર જીત્યો.

વિશ્વાસ અને વચનબધ્ધતાના 50થી વધુ વર્ષો

Testimonial banner

ભારત પ્રત્યેની અમારી વચનબધ્ધતા અને અમારી સેવાઓનું ક્રમશ: ભારતીયકરણ કરવાના છેલ્લા 50 વર્ષથી ચાલતા અમારા પ્રયત્નોને અમારા ગ્રાહકો, અમારા ભાગીદારો અને તમામ ભારતીય મુસાફરો તરફથી સતત પ્રશંસા પ્રાપ્ત થઇ છે. એક પછી એક વર્ષે, ફક્ત આંતરરાષ્ટ્રિય પ્રવાસના ઉદ્યોગમાં જ નહીં પરંતુ ખાસ ભારતીય પ્રવાસના ક્ષેત્રમાં પણ અવોર્ડ્સ દ્વારા અમો સમ્માનિત થયા છીએ. આમાં: સીએનબીસી આવાઝ

ટ્રાવેલ એવોર્ડ્ઝમાં બેસ્ટ ઇન્ટરનેશનલ એરલાઇન ઇન ઇન્ડિયા, આઉટલુક ટ્રાવેલર દ્વારા ફેવરિટ ઇન્ટરનેશનલ એરલાઇન, અને 1st Annual GMR-IGI Airport Awards ખાતે એરલાઇન ઓફ ધ યર-યુરોપ જેવાં સમ્માનો સામેલ છે જે અમોને ભારતની નં.1 યુરોપિયન એરલાઇન બનાવે છે.પરંતુ આ તમામ સમ્માનો કરતાં પણ, વાદળોની પાર “ઘરથી દૂર એક ઘર”ની અનુભૂતિ કરાવવા અમારા શ્રેષ્ઠ પ્રયત્નો ચાલુ રાખવા અમારા ગ્રાહકોના શબ્દો અમોને રોજેરોજ વધુ પ્રોત્સાહિત કરે છે!

View More

ભારતમાં Lufthansa સગાઇ વિશે વધુ જાણો

ઉદ્યોગસાહસિકતામાં આગળ વધવા માટે દિવાળીની ઉજવણીથી લઇને ભારતની રસોઇકલાને પ્રદર્શિત કરવાની લુફથાન્સા ઇન્ડિયાની ઝુંબેશોએ અસલી ભારતીય અસ્મિતાનું પ્રતિબિંબ પાડ્યું છે. લુફથાન્સા દ્વારા ભારતમાં અગ્રેસર રહીને અને અહીં તેમ જ સમગ્ર વિશ્વને આવરી લેતા વિશાળ નેટવર્કમાં અમલ કરીને, આ કેમ્પેનોએ(ઝુંબેશોએ) ભારતના વિવિધ પ્રદેશોમાં અને સમગ્ર વિશ્વમાં વસતા લાખો ભારતીયોને તેમાં હિસ્સો લેવા આકર્ષિત કર્યા છે.

લુફથાન્સા ખરેખર “તમારી ધારણા કરતાં વધુ ભારતીય” શા માટે છે તેની થોડી ઝલક અમે અત્રે પ્રસ્તુત કરીએ છીએ.

View More