મૉમ સૌથી સારી રીતે જાણે છે. એટલા માટે જ અમે તેમની મંજૂરી મેળવવાનો કોઇ પ્રયત્ન બાકી નથી રાખતા. ફ્લાઇટના અનુભવને તમારી ધારણા કરતાં વધુ ભારતીય બનાવીને – દરેક પેસેન્જર ને ઘર થી દૂર ઘર નો અહેસાસ કરાવવો.

મહેમાનગતી

મહેમાનગતી

એક સંપૂર્ણ યાત્રાની શરૂઆત હૃદયપૂર્વકના ‘નમસ્તે’ થી થાય છે.

ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા ‘નમસ્તે’ ની મુદ્રા સાથે ભારતીય મહિલાનું સ્વાગત કરવામાં આવે છે.
ભારતીય ફ્લાઇટ એટેન્ડન્ટ મુસાફરોનું “નમસ્તે” મુદ્રા સાથે સ્વાગત કરે છે.

ભારતીયો થી બહેતર યજમાન કોઇ નથી. એટલા માટે જ અમે અમારા 200 ભારતીય ફ્લાઇટ એટેન્ડન્ટ્સ માટે ગૌરવ લઇએ છીએ જેઓ હિન્દી તથા મહેમાનની પ્રાદેશિક એમ બન્ને ભાષા સરળતાથી બોલે છે.

ભોજન અને પીણાં

ભોજન અને પીણાં

ઘરનો પૂર્ણ અહેસાસ કરાવે ફક્ત અસલી ભારતીય ભોજન.

ભારતીય મહિલા TVC ના કૉચની બાજુની સીટમાં બેસે છે. બન્ને ભારતીય શાકની મજા માણે છે.
ટ્રે ટેબલ પર આપણને મેનૂ જોવા મળે છે: સ્વાદિષ્ટ ભારતીય શાક, એક પીણું અને સાઇડ ડિશિઝ.

કૃપયા આપની સીટ લો અને સંપૂર્ણ આરામ અનુભવો: ગરમ ચા અને એટલા સ્વાદિષ્ટ ભારતીય ભોજન સાથે કે મૉમ જેવા એક્સપર્ટ પણ જેની મજા માણે છે.

ટ્રે ટેબલ પર આપણને મેનૂ જોવા મળે છે: સ્વાદિષ્ટ ભારતીય શાક, એક પીણું અને સાઇડ ડિશિઝ.
ઇનફ્લાઇટ મનોરંજન

ઇનફ્લાઇટ મનોરંજન

જ્યારે આપ મજા કરતા હો છો ત્યારે સમય ઉડી રહ્યો હોય છે

ભારતીય મહિલા હેડસેટ પહેરે છે અને ઇનફ્લાઇટ મનોરંજન માણે છે.
આપ હિન્દીમાં ઓનબૉર્ડ માણી શકો છો તે દર્શાવતો ચાર્ટ: મૂવિઝ, સમાચારો(ન્યૂઝ) તથા સંગીત(મ્યુઝિક)

સારા યજમાનો હંમેશા તેમના મહેમાનોનું મનોરંજન કરે છે. હિન્દીમાં આપણી બોલિવુડ બ્લૉકબસ્ટર્સ, ભારતીય રેડિઓ ચેનલ્સ અને વર્તમાનપત્રો આપની યાત્રાનો સમય વાસ્તવમાં ઉડીને પસાર થઇ જાય તે વાત સુનિશ્ચિત કરશે.

એન્ટરટેનમેન્ટ સ્ક્રીન પર બોલિવુડ મૂવિનું દૃશ્ય દેખાય છે.
આપ હિન્દીમાં ઓનબૉર્ડ માણી શકો છો તે દર્શાવતો ચાર્ટ: મૂવિઝ, સમાચારો(ન્યૂઝ) તથા સંગીત(મ્યુઝિક)
બુકિંગ

બુકિંગ

મૉમ તો અમારી સાથે સંમત થયા. આપ શું કહો છો? આપ વિદેશયાત્રાની ટિકિટ લો અને સ્વયં જુઓ કે અમે કેટલા ભારતીય છીએ.

ઇતિહાસ

ઇતિહાસ

મૉમ દ્વારા મંજૂર કરાયેલ ભાગીદારી

વર્ષ 1934 અને Junkers Ju52 ઍરક્રાફ્ટ(વિમાન).

‘આન્ટી Ju’ ભારતમાં ઉતરાણ કરે છે.

ઐતિહાસિક જુન્કર્સ Ju 52 ભારતમાં ઉતરાણ કરનાર લુફથાન્સાનું પ્રથમ વિમાન હતું. આકાશમાં વિહરતા જાજરમાન બાનુએ સપ્ટેમ્બર 1934માં ઇજિપ્તથી શાંઘાઇના રૂટ વચ્ચે જોધપુરની ભૂમિનો સ્પર્શ કર્યો.

વર્ષ 1959 અને સુપર કોન્ની ઍરક્રાફ્ટ.

હેલ્લો ઇન્ડિયા

લુફથાન્સાએ ભારતમાં તેની નિશ્ચિત સમયની સેવાઓનો પ્રારંભ નવેમ્બર 1959માં “સુપર કૉન્ની”- લોકહીડ સુપર કોન્સ્ટેલેશન – સાથે કર્યો જે ફ્રેન્કફર્ટ થી કૅરો, કુવૈત અને કરાંચી થઇને કોલકાતા (ત્યારનું કલકત્તા) સુધી સપ્તાહમાં બે વખત ઉડતી.

વર્ષ 1987 અને પ્લૅનમાં ટીવી નિહાળતો માણસ.

આપના કાનો માટે સંગીત

લુફથાન્સાના ઇનફ્લાઇટ મનોરંજન કાર્યક્રમમાં ભારતીય સંગીત શરૂ કરવામાં આવ્યું હતું. અને આપના વાચનના આનંદ માટે, ભારતીય વર્તમાનપત્રો ભારતથી જતી અને ભારત આવતી તમામ ફ્લાઇટ્સમાં ઉપલબ્ધ હતા.

વર્ષ 1996 અને ભારતીય ફ્લાઇટ એટેન્ડન્ટ.

ઉષ્માભરી ભારતીય મહેમાનગતી

ભારતીય મહેમાનગતીની ઉષ્માનો ઉમેરો કરવા લુફથાન્સાના ભારત તરફના રૂટ્સમાં ભારતીય કૅબિન ક્રૂ ની શરૂઆત કરવામાં આવી હતી

વર્ષ 2009 અને ભારતીય શાક સાઇડ ડિશિઝ સાથે.

લીલાનો આસ્વાદ

લીલા ગ્રુપ ઓફ હોટેલ્સ સાથે રસોઇ માટેની ભાગીદારીએ લુફથાન્સા ઇનફ્લાઇટ ભોજનમાં પારંપરિક ભારતીય રસોઇકળાની કુશળતાનો ઉમેરો કર્યો.ત્યારથી આ સુવિધા આગળ વધીને કુણાલ કપુર અને વિનોદ સૈની જેવા માસ્ટર શેફ્સને ઓનબોર્ડ લાવવા સુધી વિકાસ પામી છે.

વર્ષ 2010 અને વાદળોથી ઉપર લુફથાન્સા પ્લૅન. નીચે, ફેસબૂક જેવા અંગૂઠાઓ(થમ્સ) છે.

ફૅસબુક પર જોડાઇ રહ્યા છીએ

ભારતમાં સ્થિત ગ્રાહકો અને પ્રશંસકોને સમર્પિત એવું ખાસ લુફથાન્સા “ઇન્ડિયા” ફૅસબુક પૅજ શરૂ કરવામાં આવ્યું.

વર્ષ 2012 અને બૉઇંગ B747-8 વાદળોથી ઉપર.

આકાશની રાણીનું આગમન

તદ્દન નવું ‘ક્વીન ઓફ ધ સ્કાઇઝ’ બૉઇંગ B747-8 દિલ્હી અને બેંગલુરુ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં દિલ્હી તેનું દ્વિતીય ડેસ્ટીનેશન હતું, જ્યારે બેંગલુરુ તે પછી તુરત જ તેનું અનુગામી બન્યું.

વર્ષ 2013 અને રનવે ટુ સક્સેસ સ્ટેજ

આકાશની પાર

ભારતમાં ઉભરતા ઉદ્યોગ સાહસિકોની સારસંભાળ લેવા, ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સની ભાગીદારીમાં એક વિશિષ્ટ ટીવી શૉ રનવે ટુ સક્સેસ શરૂ કરવામાં આવ્યો હતો. હવે તેના પાંચમા વર્ષે, તેમાં ભારતના સૌથી વિશાળ SME પ્લેટફોર્મ બનવા માટેના દેશવ્યાપી મેન્ટરશીપ કેમ્પ્સ(તાલીમ શિબિરો)નો ઉમેરો થયો છે.

વર્ષ 2014 અને A380 વાદળોથી ઉપર

લીલો મહાકાય ભારતની સેવામાં

વિશ્વના સૌથી મોટા કમર્શિયલ ઍરક્રાફ્ટ લુફથાન્સા A350 ની સેવા દિલ્હી તથા ફ્રેન્કફર્ટ વચ્ચે શરૂ થઇ.

વર્ષ 2017 અને A350 વાદળોથી ઉપર

A350 રાજધાનીમાં પધારે છે

વિશ્વના સૌથી આધુનિક અને પર્યાવરણ માટે હાનિરહિત વિમાન A350 ના પ્રારંભિક ડેસ્ટીનેશન તરીકે સમગ્ર વિશ્વમાંથી દિલ્હીની પસંદગી કરવામાં આવી હતી.તે હવે દરરોજ દિલ્હી અને મ્યુનિક વચ્ચે ઉડે છે.

1934

1959

1987

1996

2009

2010

2012

2013

2014

2017